પ્રમુખ શ્રી નો સંદેશો...
આજનો જમાનો "ઇન્ફોર્મેશન ટેકનોલોજી" નો છે. તેમાં પણ મોબાઇલે આખી દુનિયાને નજીક લાવી દીધી છે. સમયની સાથે પરિવર્તન સ્વીકારવામાં ઝાલાવાડ સમાજ હમેંશા આગળ જ રહ્યો છે. ડિજિટલ ડિરેક્ટરી બનાવવા માટે આપણા સમાજના દરેક સભ્યોએ સહજ સ્વીકાર કર્યો એ જ બતાવે છે કે ઝાલાવાડ સમાજ પ્રગતિ ના પંથે એક પગલું આગળ રહેવા માંગે છે.
સુરેન્દ્રનગર જિલ્લા માંથી ખાલી હાથે આવી, નોકરી ધંધા માં જીવ રેડી, સખત પરિશ્રમ દ્વારા મોરબી શહેર માં ઝાલાવાડ સમાજે ડંકો વગાડ્યો છે.
દરેક સભ્યો પોતાની યથા યોગ્ય શક્તિ સમાજ માટે વાપરે એજ સાચો સંકલ્પ છે. નાના-મોટા દરેક સભ્યોની સેવા કે આર્થિક આહુતિ થી જ આપણો ઝાલાવાડ મોરબી માં અગ્રેસર છે અને સંપ સંસ્કારોના પ્રતીક રૂપે ઓળખાય છે.
આ ડિજિટલ ડિરેક્ટરી લોન્ચ કરતા મને ખુબજ આનંદ થાય છે કે આવનારો સમય ઇન્ફોર્મેશન નો સમય છે. તેથી દરેક વ્યક્તિ ને પોતાના મોબાઈલ માં જોઈએ તેવા સ્વરૂપ માં માહિતી ઉપલબ્ધ થઇ શકશે જેમ કે મોબાઈલ નંબર મેળવવા, દીકરા-દીકરી ના સગપણ ની માહિતી મેળવવી, નોકરી-ધંધા ની માહિતી મેળવવી વગેરે વગેરે...
યુવાનો ને ફક્ત એજ સંદેશ છે કે તેઓ પોતાના પરિવાર ની માહિતી સતત અપડૅટ કરતા રહે....